સોફ્ટ બેંક ભારતમાં રોકાણ કરશે

Tuesday 28th April 2020 16:19 EDT
 

બેંગલુરુઃ દુનિયાભરમાં રોકાણ કરવા માટે જાણીતી નાણાકીય પેઢી સોફ્ટ બેંકે ભારતીય સ્ટાર્ટ્અપમાં ૧૩ અબજ ડોલરનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. સોફ્ટ બેંકના ભારત સ્થિત સીઈઓ રાજીવ મિશ્રાએ ૨૬મી એપ્રિલે જણાવ્યું હતું કે, અમે કુલ ૧૩ અબજ ડોલર રોકાણ કરવાનું આયોજન કરી રહ્યાં છીએ. આ માટે અત્યારે ૧૫-૨૦ સ્ટાર્ટઅપ કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. આગામી ત્રણેક મહિનામાં એ કામગારી પૂરી થાય એવી શક્યતા છે. ભારતમાં મોબાઈલ દ્વારા પેમેન્ટ ક્રાંતિ લાવવાનું કામ પેટીએમએ કર્યું છે. આ પેટીએમમાં સોફ્ટ બેંકનું જંગી રોકાણ છે. હવે ફેસબૂકના જિયોમાં રોકાણથી શોપિંગ માટે ગ્રાહકો પાસે આગામી દિવસોમાં જિઓ-માર્કનો મજબૂત વિકલ્પ પણ આવશે. આ અંગે રાજીવ મિશ્રાએ કહ્યું હતું કે જિઓ-માર્ટ ભલે આવે પરંતુ અમારી તેની સાથે સ્પર્ધા નથી. પેટીએમની સ્પર્ધા ગૂગલ-પે અને ફોન પે સાથે છે અને રહેશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter