સૌથી નાની વયના અને સ્વતંત્ર ભારતમાં જન્મેલાં પ્રથમ રાષ્ટ્રપતિ

Tuesday 19th July 2022 07:30 EDT
 
 

નવી દિલ્હીઃ દ્રૌપદી મુર્મૂએ એનડીએના ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિપદ માટે ફોર્મ ભર્યું ત્યારે બહુમતીનો આંકડો જોતાં તેમનો વિજય લગભગ નિશ્ચિત મનાતો હતો. આ પછી તેમને અન્ય પક્ષો તરફથી પણ સમર્થન હવે દ્રૌપદી મુર્મૂની જીતની જાહેરાત માત્ર ઔપચારિક્તા મનાય છે. જો મુર્મૂ રાષ્ટ્રપતિ બની જશે તો અનેક રેકોર્ડ સર્જાશે. જેમ કે...
દેશને 45 વર્ષ પછી સૌથી નાની વયના રાષ્ટ્રપતિ મળશે
• 20 જૂન 1958ના રોજ જન્મેલાં મુર્મૂ 25 જુલાઈએ જ્યારે રાષ્ટ્રપતિપદના શપથ લેશે ત્યારે તેમની વય 64 વર્ષ 1 મહિનો 8 દિવસ હશે. અગાઉ 1977માં નીલમ સંજીવ રેડ્ડી 64 વર્ષ 2 મહિના 6 દિવસની વયે રાષ્ટ્રપતિ બન્યા હતા.
ચારેય મુખ્ય બંધારણીયપદે 1947 પછી જન્મેલી વ્યક્તિ
• દેશનાં ચારેય મુખ્ય બંધારણીય પદો પર 1947નું વર્ષ પૂરું થયા પછી જન્મેલી વ્યક્તિઓ બિરાજિત થશે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ એવા રાષ્ટ્રપતિ હશે જેમણે સ્વતંત્ર ભારતમાં જન્મ લીધો છે. વડા પ્રધાન, લોકસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ 1947 પછી જ જન્મ્યા હતાં.
25 વર્ષની કારકિર્દીમાં કોર્પોરેટરથી રાષ્ટ્રપતિપદ સુધી
• દેશમાં પહેલીવાર એવું થશે કે જેણે પોતાની રાજકીય કેરિયરની શરૂઆત કોર્પોરેટર તરીકે કરી હતી અને હવે તે દેશના સૌથી મોટા બંધારણીય પદ પર બિરાજિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter