સ્ક્રિપ્ટ પ્રમાણે ઈન્ટરવ્યુ આપનારા મોદી પહેલા વડા પ્રધાનઃ રાહુલ ગાંધી

Thursday 07th June 2018 07:07 EDT
 
 

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, સિંગાપુર અને મલેશિયાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓએ સિંગાપુરમાં આવેલી નાનયાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (એનટીયુ)માં ઇન્ટરવ્યુ આપ્યો હતો. મોદીએ આપેલા ઇન્ટરવ્યુના સવાલો પહેલેથી તૈયાર કરીને અપાયા હોવાનો આરોપ છે. જ્યારે મોદી સવાલોનો જવાબ આપી રહ્યા હતા ત્યારે એક સવાલનો જવાબ તેઓએ હિંદીમાં આપ્યો હતો. જ્યારે દર્શકોમાં બેઠેલામાં કોઇને હિંદી નહોતું આવડતું. જોકે બાદમાં ટ્રાન્સલેટરે મોદીના હિંદીમાં આપેલા જવાબનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને વાંચી સંભળાવ્યું હતું. આ ભાષાંતર જ્યારે એક મહિલા કરી રહી હતી ત્યારે તેના હાથમાં એક ચબરખી હતી જેમાં તે વાંચીને જવાબ આપી રહી હતી, તેણે મોદી કરતાં પણ વધુ વિસ્તારથી જવાબ આપ્યો હતો. તેથી એવા આરોપો છે કે આ આખો ઇન્ટરવ્યુ સ્ક્રિપ્ટેડ અને અગાઉથી જ ફિક્સ હતો. તેમાં સવાલ અને જવાબ પણ પહેલેથી જ નક્કી હતા. આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો હતો કે સ્ક્રિપ્ટ પ્રમાણે ઈન્ટરવ્યુ આપનારા મોદી પહેલા વડા પ્રધાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter