સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તાજમહેલ પરથી પ્લેન ઊડે તે પેસેન્જરને જણાવો

Friday 04th January 2019 01:52 EST
 

નવી દિલ્હીઃ હવે વિમાનમાં મુસાફરી દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તાજમહેલ જેવી દેશની મહત્ત્વપૂર્ણ જગાનો નજારો વિનામૂલ્યે એરિયલ વ્યૂથી જોઈ શકાશે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને દેશની તમામ વિમાન કંપનીઓને આદેશ આપ્યો છે કે ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તાજમહલ જેવા મહત્ત્વપૂર્ણ સ્મારકોની ઉપરથી વિમાન પસાર થાય ત્યારે વિમાનના પાયલટે તેની જાણકારી મુસાફરોને આપવાની રહેશે. ભારત સરકાર દેશમાં રહેલા વિવિધ સ્થાપત્યો અને કલાને દુનિયા સમક્ષ રજૂ કરતી આવી છે. આમ કરવા પાછળનો હેતુ દેશના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter