સ્વચ્છ હવા ના આપી શકતા હો તો વિસ્ફોટ લાવો, બધાને મારી નાખો

Wednesday 27th November 2019 06:10 EST
 
 

નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે પંજાબ, હરિયાણા દિલ્હી અને ઉત્તર પ્રદેશ સરકારની સાથે કેન્દ્ર સરકારને પણ આડે હાથ લીધી હતી. જસ્ટિસ અરુણ મિશ્રા અને દીપક ગુપ્તાની બેન્ચે સરકારોને કહ્યું કે લોકોને ગેસ ચેમ્બરમાં રહેવા માટે શા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે? આના કરતા તો સારું છે કે એક જ વારમાં તેમને મારી નાખો. સ્વચ્છ હવા આપી શક્તા ન હો તો ૧૫ બેગમાં વિસ્ફોટક લાવી બધાને એક સાથે મારી દો. મુખ્ય સચિવોને કહ્યું કે તમને પદ પર રહેવાનો અધિકાર નથી. તમે (મુખ્ય સચિવ) પરાળ બાળવાની તપાસ કેમ નથી કરી શકતા? શું આ તમારી લાચારી નથી કે દિલ્હીમાં લોકો મરી જાય અને કેન્સરના રોગી થઇ જાય.
દિલ્હી નરકથી પણ બદતર
દિલ્હી નરકથી પણ બદતર થઇ ગયું છે. ભારતમાં જિંદગી આટલી સસ્તી નથી. હવે તમારે (મુખ્ય સચિવો) આની કિંમત ચૂકવવી પડશે. તમને પદ પર રહેવાનો કોઇ અધિકાર નથી.
દુનિયા આપણા દેશ પર હસે છે
વિશ્વભરના લોકો આપણા દેશ પર હસી રહ્યાં છે કે આપણે પરાળ બાવળાને પણ નિયંત્રિત કરી શકતા નથી. અમે અનુભવ્યું કે તમે (સરકારો) આક્ષેપોની રમત રમી રહ્યાં છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter