સ્વિત્ઝર્લેન્ડ ભારતને ગુપ્ત ખાતાંની માહિતા આપશે

Tuesday 24th March 2015 07:44 EDT
 

મુંબઇઃ છેલ્લા પાંચ વર્ષથી સ્વિત્ઝર્લેન્ડની એચએસબીસી પાસેથી ગુપ્ત બેન્ક ખાતાંની માહિતી મેળવવા પ્રયાસ કરી રહેલા ભારતીય અધિકારીઓને સફળતા મળી છે. ગત સપ્તાહે આવા ગુપ્ત બેન્ક એકાઉન્ટ ધરાવનારા ધનિક ગ્રાહકોને બ્રિટિશ બેન્ક તરફથી ઇ-મેઇલ મળ્યા છે. જેમાં તેમને સ્વિત્ઝર્લેન્ડમાં કોઈ અધિકૃત વ્યક્તિનું નામ આપવા જણાવાયું છે. જેથી સ્વિસ સરકાર ભારત સરકાર સાથે માહિતીની આપ-લે કરવા ખાતાધારકની મંજૂરી લઈ શકે.

એચએસબીસીના રિલેશનશિપ મેનેજરના ઇ-મેઇલમાં જણાવ્યા મુજબ કોઈ ગ્રાહક નિશ્ચિત સયમમાં મંજૂરી નહીં આપે તો સ્વિસ સરકાર તેની પાસે ઉપલબ્ધ માહિતી સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરશે. આ બાબતે ૧ જાન્યુઆરી ૨૦૧૧ અને ત્યાર પછી ખુલેલા ખાતાને લાગુ પડે છે.

માહિતીનો પ્રકાર અને મંજૂરી પત્રની ટેમ્પલેટ થર્ડ પાર્ટીની મદદથી ભારતમાં એચએસબીસીના ગ્રાહકોને પહોંચાડાશે. પત્ર પર ખાતાધારકની સહિ થયા પછી તેને સ્વિસ સરકારને મોકલાશે. ત્યારબાદ સ્વિત્ઝર્લેન્ડ સરકાર ખાતાના બેલેન્સ, અગાઉના ટ્રાન્ઝેકશન સહિતની વિગતો પૂરી પાડશે. સ્વિસ સરકાર કોઈ વિદેશી સાથે માહિતીની આપ-લે કરી શકે તેમ ન હોવાથી સ્વિત્ઝર્લેન્ડના નાગરિક અથવા લો ફર્મ જેવી કોઈ એન્ટિટીને થર્ડ પાર્ટી તરીકે સામેલ કરાશે. આ ઘટનાથી માહિતગાર એક વરિષ્ઠ ટેક્સ પ્રોફેશનલે જણાવ્યું હતું કે, ‘સ્વિત્ઝર્લેન્ડ આ ખાતાધારકોને મંજૂરીની તક આપવા ઇચ્છે છે. જોકે, તેમને મંજૂરી નહીં મળે તો પણ માહિતી સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરાશે અને ભારત સરકાર તેને સરળતાથી જોઈ શકશે. એચએસબીસીના ઇ-મેઇલમાં તેને સ્વિસ સરકાર પાસેથી મળેલા પત્ર અને સંબંધિત કાયદાનો ઉલ્લેખ કરાયો છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter