હનુમાનજી દલિત આદિવાસી હતા: યોગીનો બફાટ

Thursday 29th November 2018 07:31 EST
 

જયપુરઃ હિંદુત્વના એજન્ડા સાથે ભાજપ માટે રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર કરી રહેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મત માટે ભગવાનને પણ નથી છોડયા. અલવરમાં ભાજપના ઉમેદવાર માટે હનુમાનનાં નામે મત આપવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે બજરંગબલી દલિત આદિવાસી, વનવાસી અને વંચિત હતા. તેમણે એમ કહ્યું કે આ ચૂંટણીમાં રામભક્ત ભાજપને મત આપે અને રાવણભક્ત કોંગ્રેસને મત આપે.

યોગી આદિત્યનાથનાં આ નિવેદનને કારણે પ્રદેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોએ યોગીને ઘેર્યા છે. બીજી બાજુ સર્વ બ્રાહ્મણ મહાસભાએ હનુમાનજીને જાતિઓમાં વહેંચવા માટેનો આરોપ લગાડતાં યોગી આદિત્યનાથને કાનૂની નોટિસ મોકલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter