હરિયાણામાં ૭૫ ટકા પ્રાઇવેટ નોકરી માત્ર સ્થાનિક માટે

Tuesday 10th November 2020 16:35 EST
 

હરિયાણાઃ હરિયાણા વિધાનસભાએ રાજ્યમાં પ્રાઇવેટ સેક્ટરમાં ૭૫ ટકા નોકરીઓ માત્ર સ્થાનિક નાગરિકોને જ આપવાનું બિલ પસાર કર્યું છે.
હરિયાણા વિધાનસભામાં તાજેતરમાં પાર કરાયેલા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ બિલમાં જણાવાયું કે, ૨૦૨૦માં મહિને ૫૦ હજારથી ઓછો પગાર હોય તેવી ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં ૭૫ ટકા જગ્યા પર માત્ર સ્થાનિક લોકોની જ ભરતી કરવાની જોગવાઈ છે. કંપનીઓએ ૧૦ ટકા નોકરી તે જે જિલ્લામાં હોય ત્યાંથી જ કરવાની રહેશે. બાકીની ભરતી તે અન્ય જિલ્લાઓમાંથી કરી શકશે. એમ આ બિલમાં જણાવાયું છે.
આ જોગવાઈ હાલ શરૂઆતનાં દસ વર્ષ માટે લાગુ પડશે. ખાનગી કંપનીઓ, સોસાયટી, ટ્રસ્ટ, પાર્ટનરશિપ ફર્મ સહિતના સંસ્થાઓને આ જોગવાઈ લાગુ પડશે. પૂરતી લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારો ના મળે તો તેમને તાલીમ આપવાની જોગવાઈ પણ તેમાં કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter