હવે એનઆરઆઇ ભારતમાં વસતા પરિજનોના યુટિલિટી બિલની ચૂકવણી કરી શકશે

ટૂંકસમયમાં એનઆરઆઇ માટે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ ખુલ્લી મૂકાશે

Wednesday 10th August 2022 05:41 EDT
 

નવી દિલ્હી

વિદેશોમાં વસતા ભારતીયો ટૂંકસમયમાં ભારતમાં વસતા તેમના પરિવારો વતી વિવિધ પ્રકારના બિલની ચૂકવણી કરી શકશે. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, એનઆરઆઇ માટે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ ખુલ્લી મૂકવામાં આવશે જેના દ્વારા વિદેશમાં વસતા ભારતીયો ભારતમાં વસતા તેમના પરિવારજનો વતી યુટિલિટી બિલ અને શૈક્ષણિક ફીની ચૂકવણી કરી શકશે. બિલ પેમેન્ટ માટે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એક અદ્દભૂત પ્લેટફોર્મ છે. 20,000 કરતા વધુ બિલર્સ તેનો  હિસ્સો છે અને દર મહિને આ એપ દ્વારા 8 કરોડ ટ્રાન્ઝેક્શન થાય છે. અત્યાર સુધી ભારતમાં રહેતા લોકો માટે જ આ પ્લેટફોર્મ ઉપલબ્ધ હતું.

આરબીઆઇના ગવર્નર શક્તિકાન્તા સે જણાવ્યું હતું કે, બીબીપીએસે ભારતમાં બિલ પેમેન્ટને સરળ બનાવી દીધું છે અને હવે સરહદ પારથી પણ બિલ ચૂકવણી થઇ શકે તેનો પ્રસ્તાવ મૂકાયો છે. તેના પગલે ભારત બહાર વસતા ભારતીયો પણ ભારતમાં વસતા તેમના પરિવાર વતી બિલોની ચૂકવણી કરી શકશે., આ વ્યવસ્થાના કારણે જેમના સંતાનો વિદેશોમાં વસવાટ કરે છે તેવા ભારતમાં વસતા સીનિયર સિટિઝનોને મોટો લાભ થશે. આ માટેની જરૂરી સૂચનાઓ ટૂંકસમયમાં આરબીઆઇ દ્વારા જારી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter