હવે જીપીએસ ઉપરાંત ઇસરોની ‘નાવિક’ પણ રસ્તો બતાવશે

Wednesday 16th October 2019 07:13 EDT
 

નવી દિલ્હીઃ આ વર્ષના અંતથી સ્માર્ટફોનની મદદથી ભૌગોલિક સ્થિતિ કે લોકેશન શોધવા માટે અમેરિકાની ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ (જીપીએસ) સાથે સાથે  ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન, ઈસરો દ્વારા વિક્સિત ‘નાવિક’નો પણ ઉપયોગ કરી શકાશે. મોબાઈલ તથા અન્ય દૂરસંચાર ઉપકરણો માટે ચિપસેટ બનાવનારી અમેરિકી કંપની ક્વોલકોમે ભૌગોલિક સ્થિતિ તથા માપન માટે ઈસરોની નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સટેલેશન (નાવિક) સિસ્ટમનું પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે. નાવિક ઈસરો દ્વારા સ્થાપિત ઉપગ્રહોના તંત્ર પર કામ કરે છે અને તેને ભારતીય ઉપમહાદ્વીપમાં જીપીએસના વિકલ્પ તરીકે વિકસિત કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter