નવી દિલ્હીઃ GSTનો અમલ શરૂ થઈ ગયા બાદ મોદી સરકારે હવે ટેક્સ મામલે વધુ એક મહત્ત્વના સુધારાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. સરકારે નવા ડાયરેક્ટ ટેક્સ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે, જેમાં મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યન પેનલના સ્થાયી વિશેષ આમંત્રિત સભ્ય રહેશે. આ ઉપરાંત ગુજરાતના જાણીતા ટેક્સ એડવોકેટ મુકેશ પટેલનો પણ આ ટાસ્ક ફોર્સમાં સમાવેશ કરાયો છે. ઉપરાંત તેમાં સીએ અને એસબીઆઈના નોન-ઓફિશિયલ ડિરેક્ટર ગિરીશ આહુજા, અર્ન્સ્ટ એન્ડ યંગના ચેરમેન અને રિજનલ મેનેજિંગ પાર્ટનર રાજીવ મેમાણી, આઈસીઆરઆઈઈઆરના કન્સલ્ટન્ટ માનસી કેડિયા, નિવૃત્ત આઈઆરએસ અધિકારી અને એડવોકેટ જી.સી. શ્રીવાસ્તવનો સમાવેશ કરાયો છે.