હવે ૧૮ વર્ષની ટિકટોક સ્ટાર સંધ્યા ચૌહાણે જીવન ટૂંકાવ્યું

Saturday 11th July 2020 06:35 EDT
 
 

નવી દિલ્હીઃ માત્ર ૧૬ વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કડે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યના સમાચારોની શાહી પણ નથી સુકાઇ ત્યાં હવે ૧૮ વર્ષની ટિકટોક સ્ટાર સંધ્યા ચૌહાણે ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કર્યાના સમાચાર આવ્યા છે. દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની સંધ્યા ચૌહાણ ટિકટોકની મોટી સ્ટાર હતી. ટિકટોક પર બહોળી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતી સંધ્યા લગભગ બે મહિનાથી ડિપ્રેશનમાં હતી. પોલીસને સંધ્યાના રૂમમાંથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. પલ્લવપુરમ વિસ્તારની ગ્રીન પાર્ક કોલોનીમાં રહેતી સંધ્યા લોકડાઉનમાં ઘરે આવી હતી. તેના પિતા સંજય ચૌહાણ હાપૂડ જિલ્લાના ગુઢમુક્તેશ્વર પોલીસ મથકમાં સબ ઇન્સ્પેક્ટર છે.
સંધ્યાને તત્કાળ સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસને સંધ્યાના રૂમમાંથી કોઇ સુસાઇડ નોટ મળી નથી કે આત્મહત્યા અંગે કોઇ નક્કર પુરાવા મળ્યા નથી. જોકે પોલીસ તમામ એન્ગલથી તપાસ કરી રહી છે. પોલીસે સંધ્યાનો ફોન જપ્ત કરીને તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગત ૨૬ જૂને ૧૬ વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કડે આત્મહત્યા કરી લીધી હતી. દિલ્હી પોલીસ તેની પણ તપાસ કરી રહી છે. સિયા પણ ડિપ્રેશનનો ભોગ બની હતી. આ પહેલાં ૨૮ જૂને હરિયાણાના સોનીપત જિલ્લાના મશહુર ટિકટોક સ્ટાર શિવાની ખોબિયાનનો મૃતદેહ બ્યૂટીપાર્લરમાંથી મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter