હાથરસ કેસમાં ફેક પત્નીનો ફેક ફોટો વાઈરલ થયાની પતિની અરજી

Tuesday 10th November 2020 16:30 EST
 

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના હાથરસ દુષ્કર્મ કેસમાં પીડિતાના નામે અન્ય મૃત મહિલાની તસવીર વાઈરલ થઈ ગઈ હતી. આ મુદ્દે તે મહિલાના પતિએ દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અરજી પછી હાઈ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગીને પૂછ્યું છે કે હાથરસ કેસમાં ફેક તસવીર વાઈરલ થવા મુદ્દે તમે કાર્યવાહી કેમ ના કરી?
જસ્ટિzસ નવીન ચાવલાએ એ વાત પણ નોંધી કે અરજદારે ગઈ ૧૭ ઓક્ટોબરે પણ કેન્દ્ર સરકારનું આ તરફ ધ્યાન દોર્યું હતું, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ કાર્યવાહી નથી કરાઈ. કેન્દ્રના વકીલ અરોરાએ કહ્યું કે, હજુ સુધી અમારી પાસે વેબ પેજ કે યુઆરએલને લગતી પૂરતી જાણકારી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter