હિંસાના બનાવો વચ્ચે પશ્વિમ બંગાળમાં પાંચમા તબક્કામાં ૭૮ ટકા મતદાન

Friday 23rd April 2021 05:09 EDT
 

કોલકાત્તાઃ હિંસાના છૂટાછવાયા બનાવો વચ્ચે પશ્વિમ બંગાળમાં ૧૭ એપ્રિલે વિધાનસભાની ૪૫ બેઠકો માટે પાંચમા તબક્કાનું મતદાન થયું હતું. મહિલા મતદારોની ભારે સંખ્યા વચ્ચે પશ્વિમ બંગાળના પાંચમા તબક્કામાં ૭૮.૩૬ ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું. આ તબક્કામાં ૧૫૭૮૯ મતદાન મથકો ઊભા કરાયા હતા. પશ્વિમ બંગાળની ૪૫ વિધાનસભાની બેઠકો માટે મતદાન થયું હતું. વિધાનસભાની ચૂંટણી માટે પાંચમા તબક્કાના મતદાનમાં મહિલા મતદારોની સંખ્યા નોંધપાત્ર રીતે વધારે જોવા મળી હતી. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે પાંચમા તબક્કામાં ૭૮.૩૬ ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું. ૧૫૭૮૯ મતદાન મથકો બનાવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter