શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી આદિલ અહમદ બટની પોલીસે બીજબેહાડા રેલવે સ્ટેશનેથી ૨૦મી સપ્ટેમ્બરે ધરપકડ કરી છે. આ અગાઉ સુરક્ષાદળોએ ૧૪ સપ્ટેમ્બરે અન્ય હિઝબુલ આતંકી જમીર અહમદને બાંદીપુરા જિલ્લામાંથી ઝડપી લીધો હતો. એ સમયે અહમદ પાસેથી હથિયારો પણ જપ્ત કરાયા હતા. સુરક્ષાદળોએ આ દિવસે લશ્કર કમાન્ડર આતંકી અબુ ઈસ્માઈલને નૌગાંવ જિલ્લામાં થયેલી અથડામણમાં ઠાર કર્યો હતો. અબુ ઈસ્માઈલ અમરનાથ હુમલાનો મુખ્ય ભેજાબાજ હતો. અબુ ઈસ્માઈલ આતંકી સંગઠન લશ્કર એ તોઈબાનો કમાન્ડર હતો. આ અથડામણમાં સુરક્ષાદળોએ અબુ ઈસ્માઈલની સાથે અન્ય એક આતંકીને પણ ઠાર કર્યો હતો.