શ્રીનગરઃ પોલીસને બાતમી મળ્યા બાદ રવિવાર બપોરે થયેલાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીઓએ હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર સૈફુલ્લાહને ઠાર માર્યો હતો. ૨૯મી ઓક્ટોબરે સાંજના સમયે ભાજપ યુવા મોરચાના મહાસચિવ ફિદા હુસૈન બે સાથીદારો-ઉમર રમજાન અને હારૂન બેગ સાથે ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે જ આતંકવાદીઓએ તેમના પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. યુવા નેતાઓની હત્યા બાદ આતંકવાદીઓ ફરાર થઈ ગયા હતા. સૈફુલ્લાહ આ ત્રણેય નેતઓની હત્યામાં સંડોવાયેલો હોવાના અહેવાલ છે.

