હિન્દુ સંયુક્ત પરિવારમાં સ્વયં ખરીદેલી મિલકત પર જ વ્યક્તિગત દાવો કરી શકાય

Friday 15th September 2017 07:06 EDT
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું છે કે જો તમે એક હિન્દુ સંયુક્ત પરિવારમાં રહો છો અને તમે આ દરમિયાન પરિવારની મિલકત પર હક દાવો માગવાનો પ્રયાસ કરો છો તો જાણી લો કે તમારે સાબિત કરવું પડશે કે આ મિલકત તમે જાતે ખરીદી છે. તે તમારા પૂર્વજોની માલિકીની નથી. દરમિયાન જો તમે સંયુક્ત પરિવારમાં છો તો તમે જાતે ખરીદેલી મિલકત પર જ વ્યક્તિગત હક ધરાવી શકો છો.

કર્ણાટકમાં એક કેસમાં એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે, જમીન તેમણે ખરીદી હતી અને પરિવારના અન્ય સભ્યોનો તેના પર કોઈ અધિકાર નથી. પરિવારના કેટલાક સભ્યોએ સામે દાવો કર્યો હતો કે જમીન તેની ખરીદીની નથી અને વારસાગત છે. આ કેસ કર્ણાટક હાઈ કોર્ટમાં ચાલ્યો અને હાઈ કોર્ટે પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યા પછી કેસ સુપ્રીમમાં ગયો હતો. સુપ્રીમે હાઈ કોર્ટના ચુકાદાની તરફેણમાં જ ચુકાદો સંભળાવતાં કહ્યું કે, હિન્દુ કાયદામાં પ્રત્યેક હિન્દુ પરિવાર ભોજન, પૂજા, જમીન અને મિલકતોમાં સંયુક્ત માલિકી હક ધરાવે છે તેમ માની લેવાયું છે. સિવાય કે મિલકતના વિભાજનનો કોઈ પુરાવો હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter