હિમાચલ પ્રદેશમાં 66.37 ટકા મતદાન

Tuesday 15th November 2022 07:15 EST
 
 

નવીદિલ્હીઃ હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠકો પર શનિવારે મતદાન સંપન્ન થયું છે. ચૂંટણી પંચના અનુસાર રાજ્યમાં 66.37 ટકા જેટલું મતદાન થયું છે. સવારે આઠ વાગ્યાથી રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી અને મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન પ્રક્રિયાનો અંત થવાની સાથે જ રાજ્યમાં ચૂંટણી લડી રહેલા 412 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થઈ ગયું હતું. ચૂંટણીની પરિણામ આગામી આઠ ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામની સાથે જ જાહેર થશે.
રાજ્યના સિરમરમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં સૌથી વધારે મતદાન થયું હતું. અહીં 72 ટકાથી વધારો લોકોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. તે બાદ સોલનમાં 68.48, બિલાસપુરમાં 65.72, ચંબામાં 63.09 હમીરપુરમાં 64.74, કાંગડામાં 63.95, કુલ્લુમાં 64.59 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ રાજ્યમાં પોતાની સરકાર બનવી નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો.
ટશીગંગ વિશ્વનું સૌથી ઊંચું મતદાન કેન્દ્ર
વિશ્વા સૌથી ઊંચા મતદાન કેન્દ્ર ટશીગંગ ખાતે 100 ટકા મતદાન નોંધાયું છે. 15,256 ફૂટની ઊંચાઈએ આવેલા આ મતદાન કેન્દ્રમાં પર મતદારોએ મતદાન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter