હિમાચલમાં બસ બિયાસ નદીમાં ખાબકતાં ૧૮નાં મૃત્યુ

Wednesday 09th November 2016 11:25 EST
 

સિમલાઃ હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લામાં પમી નવેમ્બરે સવારે એક ખાનગી પ્રવાસી બસ પુલ પરથી બિયાસ નદીમાં ખાબકતાં ઓછામાં ઓછા ૧૮ પ્રવાસીનાં મોત થયાં હતાં અને ૨૮ને ઈજા પહોંચી હતી. બસમાં ૫૦ પ્રવાસીઓ હતા. પોલીસે જણાવ્યું હું કે, શનિવારે સવારે મંડીથી મનાલી જઈ રહેલી પ્રાઇવેટ બસના ડ્રાઇવરે બિયાસ નદીના પુલ પર એક બાઇકસવારને બચાવવાના પ્રયાસમાં બસ પરનું નિયંત્રણ ગુમાવી દીધું. જેને કારણે બસ પુલની રેલિંગ તોડીને નદીમાં ખાબકી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter