શ્રીનગરઃ પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પ્રથમવાર જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ પૂર્ણ રાજ્યનો દરજ્જાને લઈને મોટું નિવેદન કર્યું છે.
આતંકવાદી હુમલા બાદ બોલાવવામાં આવેલ જમ્મુ-કાશ્મીર વિધાનસભાના ખાસ સત્રમાં ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા હાલના તબક્કે ચૂંટાયેલી સરકારની નથી પણ હું આ તકનો ઉપયોગ કરીને સ્ટેટહૂડ (પૂર્ણ રાજ્ય)ની માંગ નહીં કરું.
તેમણે કહ્યું હતું કે હું ક્યા મોંઢે આ પહલગામની ઘટનાનો ઉપયોગ કરીને કેન્દ્રને કહું કે અમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દો. શું મારી રાજનીતિ એટલી બધી સસ્તી છે? રાજ્ય દ્વારા પહેલાં પણ સ્ટેટહૂડ માટે માંગ કરવામાં આવી હતી અને હજુ પણ કરીશું. પણ જો હું એમ કહીને તેમની પાસે જઈશ કે 26 લોકો મરી ગયાં હવે તો સ્ટેટહૂડ આપો તો મારા પર લાનત છે. આ પ્રસંગે નહીં કહું. આ ઘટના પર કોઈ રાજનીતિ કે સ્ટેટહૂડની વાત નહીં કરીએ.