નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયન (ઈયુ)ના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટાએ પોતાને પ્રવાસી ભારતીય ગણાવતા કહ્યું હતું કે હું યુરોપિયન કાઉન્સિલનો અધ્યક્ષ છું, પરંતુ સાથે જ હું એક ‘ઓવરસીઝ ઈન્ડિયન સિટિઝન (OCI) પણ છું. તેથી, તમે સમજી શકો છો તેમ મારા માટે આ કરારનું એક ખાસ ભાવનાત્મક મહત્વ છે. કોસ્ટાએ કહ્યું કે મને ગોવા સાથે જોડાયેલી મારી ઓળખ પર ખૂબ ગર્વ છે, જ્યાંથી મારા પિતાનો પરિવાર આવ્યો છે. યુરોપ અને ભારત વચ્ચેનો સંબંધ મારા માટે માત્ર સત્તાવાર નથી, પરંતુ વ્યક્તિગત પણ છે. આમ કહીને તેમણે પોતાનું ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા કાર્ડ પણ બતાવ્યું હતું.


