હૈદરાબાદઃ હાથથી બનેલા પેઇન્ટિંગ્સ તો તમે ઘણા જોયા હશે પણ હૈદરાબાદની યુવતી જ્હાન્વી માગંતીએ પગથી વિશ્વનું સૌથી મોટું ૧૪૦ સ્કવેર મીટરનું પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. ૧૮ વર્ષની જ્હાન્વી માગંતીને આશા છે કે આ સિદ્ધિ માટે તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે. જ્હાન્વી બ્રિટનની વોર્વિક યુનિવર્સિટીની સ્ટુડન્ટ છે. પગથી બનેલા વિશ્વના સૌથી મોટા પેઇન્ટિંગનો અગાઉનો વર્લ્ડ રેકોર્ડ ૧૦૦ સ્કવેર મીટરનો જ હતો, જેને જ્હાન્વીએ ૪૦ મીટરના મોટા અંતરથી તોડ્યો છે. તે સારી ડાન્સર, ક્લાસિકલ સિંગર અને નેશનલ લેવલની બાસ્કેટબોલ પ્લેયર પણ છે. તેની સૌથી મોટી કાબેલિયત એ છે કે તે ડાન્સ કરતા કરતા પેઇન્ટિંગ બનાવી શકે છે. ડાન્સ દરમિયાન તેણે કમળના ફૂલ અને મોરપંખની આકૃતિઓ પણ બનાવી છે.