૧ એપ્રિલ પહેલા પાનકાર્ડને આધાર સાથે લિંક કરવું પડશે

Thursday 18th March 2021 05:22 EDT
 
 

અમદાવાદઃ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) કાર્ડ અને આધાર કાર્ડ ભારતના નાગરિકો માટે અગત્યના દસ્તાવેજ છે. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ‘પાન’ નંબર જરૂરી છે. સરકારે આની પહેલા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તા. ૩૦ જૂન ૨૦૨૦ની વધારીને તા. ૩૧ માર્ચ ૨૦૨૧ કરી હતી.
જો કોઇ લોકોએ હજી પણ પોતાના પાન નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું. તો તેમણે દંડ આપવો પડશે અને પહેલી એપ્રિલ ૨૦૨૧થી પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જશે.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ જો પાન કાર્ડને અંતિમ મુદ્દત પહેલા આધાર કાર્ડ સાથે જોડવામાં નહીં આવે તો તે ઇનએક્ટિવ થઇ જશે. ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે આવા પાનકાર્ડ ધારકોને નોન-પાન કાર્ડ હોલ્ડર ગણવામાં આવશે.
આ ઉપરાંત આવકવેરાની નિયમ ૨૭૨ બી હેઠળ રૂ. ૧૦ હજારનો દંડ પણ કરવામાં આવશે. જો પાનકાર્ડ સાથે આધાર કાર્યને લિંક કરવું હોય તો વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જઇને આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter