૧૦૦ બિલિયન ડોલરની રેવન્યુ રિલાયન્સ ભારતની પ્રથમ કંપની

Saturday 14th May 2022 09:58 EDT
 
 

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 100 બિલિયન ડોલરની વાર્ષિક રેવન્યૂ હાંસલ કરનારી દેશની પ્રથમ કંપની બની છે. કંપનીની માર્ચ2022ના પૂરાં થયેલા નાણાંકીય વર્ષ દરમિયાન કુલ રેવેન્યૂ રૂ. 7.92 લાખ કરોડ એટલે કે 104.6 બિલિયન ડોલરની થઈ હતી, જે આગલા વર્ષની સરખામણીએ 47 ટકા વધુ છે. રિફાઇનિંગ માર્જીનમાં નોંધપાત્ર વૃદ્ધિ, ટેલકોમ સેક્ટરની સ્થિર કામગીરી અને ટેલિકોમ તથા રિટેઇલ સેક્ટરમાં મજબૂત કામગીરીને કારણે વાર્ષિક નફો 26.2 ટકા વધીને રૂ. 67,845 કરોડ (9 બિલિયન ડોલર)નો થયો હતો. જ્યારે ઇબીઆઇટીડીએમાં વાર્ષિક ધોરણે 28.8 ટકા વૃદ્ધિ થઈ છે.
કંપનીના રિટેઇલ બિઝનેસની વાર્ષિક આવક લગભગ રૂ. 2 લાખ કરોડે પહોંચી હતી તો ડીજીટલ સર્વિસની આવક રૂ. 1 લાખ કરોડને પાર થઈ હતી. કંપનીએ શેરધારકો માટે શેરદીઠ રૂ. 8 ડિવિડંડની ભલામણ કરી છે. કંપનીનો વર્ષ દરમિયાન કેશ નફો 38.8 ટકા વધીને રૂ. 110,778કરોડનો રહ્યો હતો. જ્યારે ઇપીએસ 20.5 ટકા વધીને રૂ. 92ની રહી હતી.
કંપનીનો ચોથા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ રેવેન્યૂ 35.1 ટકા વધીને રૂ. 232,539 કરોડની રહી હતી. જ્યારે ચોખ્ખો નફો 20.2 ટકા વધીને રૂ. 18,021 કરોડનો થયો હતો. ત્રિમાસિક ગાળામાં રોકડ નફો 53.5 ટકા વધીને રૂ. 35,871 કરોડનો રહ્યો હતો. આ ગાળામાં નિકાસ કામગીરી 70.6 ટકા વધીને રૂ. 79,188 કરોડની થઈ હતી.
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે મહામારીનો પડકાર અને જીયો-પોલિટીકલ અસ્થિરતા વચ્ચે રિલાયન્સે નાણાકીય વર્ષ 2021-22માં મજબૂત કામગીરી નોંધાવી છે. નવા એનર્જી અને મટિરિયલ બિઝનેસની કામગીરીના પ્રોગ્રેસથી આનંદ થયો છે. જામનગરમાં ૫,૦૦૦ એકરમાં નવા એનર્જી ગીગા ફેકટરીઝ સંકુલની કામગીરી સમય કરતાં આગળ રહી છે.

રિલાયન્સ જિયોનો 24 ટકા વધ્યો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનો માર્ચના ક્વાર્ટરનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ 24 ટકા વધીને રૂ. 4173 કરોડ થયો છે. ગત વર્ષે આ ગાળામાં તેનો નેટ પ્રોફિટ રૂ. 3360 કરોડ હતો. કંપનીની સ્ટેન્ડઅલોન આવક 20 ટકા વધીને રૂ. 20,901કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં રૂ. 17,358 કરોડ હતી. કંપનીનો નેટ પ્રોફિટ ત્રિમાસિક ધોરણે 15.4 ટકા વધ્યો હતો. સમગ્ર વર્ષ 2021-22 માટે રિલાયન્સ જિયોનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 23 ટકા વધીને રૂ. 14,854 કરોડ થયો હતો, જે અગાઉના વર્ષે રૂ. 12,071 કરોડ હતો. કંપનીની આવક 10.3 ટકા વધીને રૂ. 77,356 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષે રૂ. 70,127 કરોડ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter