૧૦૦ વર્ષની મહામારી વચ્ચે વિકાસલક્ષી બજેટઃ વડા પ્રધાન

Thursday 03rd February 2022 04:46 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બજેટ ૧૦૦ વર્ષની મહામારી વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લઈને આવ્યું છે. આ બજેટ અર્થવ્યવસ્થાને મજબૂતી આપશે અને સાથે જ સામાન્ય માણસ માટે ઘણી નવી તક ઉભી કરશે. વડા પ્રધાને કહ્યું કે, બજેટ વધારે સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ, વિકાસ અને નવી રોજગારીની તક ઉભી કરશે. તેનાથી ગ્રીન જોબ્સનો પણ વિસ્તાર વધશે. વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, નોર્થ ઈસ્ટ જેવા વિસ્તારો માટે પહેલીવાર પર્વતમાળા યોજના શરૂ કરી છે. આ યોજનામાં પહાડો પર ટ્રાન્સપોર્ટેશનની આધુનિક વ્યવસ્થાનું નિર્માણ કરશે. ખેડૂતોના કલ્યાણ માટે મહત્વના પગલાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે. અહીં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં ગંગા કિનારે ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી.

કોર્પોરેટ્સની નજરે બજેટ ૨૦૨૨-૨૩
• આત્મનિર્ભર ભારતમાં વિશ્વાસ વધારનારું બજેટ છે. આ ટેક્સપેયર્સ, આંત્રપ્રેન્યોર્સ અને રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટેનું બજેટ છે. આ બજેટ ૨૫ વર્ષના વિઝન સાથે ઓપન, ડિજિટલ અને ઇનક્લૂસિવ ઇન્ડિયાનું નિર્માણ કરશે. મને ભારતીય હોવા પર ગર્વ છે.
- ઉદય કોટક, એમડી, કોટક મહિન્દ્રા બેન્ક

• નાણામંત્રી નિર્મલા સીતારમનનું અત્યાર સુધીનું આ સૌથી ટૂંકું બજેટ સંબોધન હતું. પરંતુ, બહુ જ મોટી અસર ધરાવતું બજેટ છે.
- આનંદ મહિન્દ્રા, ચેરમેન, મહિન્દ્રા ગ્રૂપ

• ક્રિપ્ટોકરન્સી પર ટેક્સના મુદ્દે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી માટે આ મોટા સમાચાર છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ક્રિપ્ટો પર પ્રતિબંધનો ડર દૂર થઈ ગયો છે. અમને વિશ્વાસ છે કે સરકાર આ સેક્ટર માટે વ્યાપક રેગુલેશન્સ બનાવી રહી છે.
- નિખિલ કામત, સહ-સ્થાપક, ઝરોધા

• ઇકોનોમીની સામે જે પડકારો છે, તેને જોતા નાણામંત્રીએ સંતુલિત બજેટ રજૂ કર્યું છે. બજેટમાં એવી ઘણી એવી ઘણી વાતો છે, જેનીથી નાના બિઝનેસ અને ઉદ્યોગસાહસિક બનવા માંગતા લોકોને મદદ મળશે.
- અભિક બરુઆ, ચીફ ઇકોનોમિસ્ટ, એચડીએફસી બેન્ક


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter