નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતાદળ (એસ)ના કુલ ૧૭ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતાં વિધાસનભા સ્પીકર કે આર રમેશકુમારના નિર્ણયને પડકારતાં કેસનો ચુકાદો આવી ગયો છે. આપતાં સુપ્રીમ કોર્ટે ૧૩મી નવેમ્બરે સ્પીકરના નિર્ણયને માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે જુલાઈ મહિનાથી કર્ણાટક વિધાનસભામાં ખાલી પડેલી બેઠકોની પાંચમી ડિસેમ્બર યોજાનારી પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરવા બળવાખોર ધારાસભ્યોને પરવાનગી આપી હતી. જસ્ટિસ એન વી રામના, જસ્ટિસ સંજીવ ખન્નાના અને જસ્ટિસ ક્રિશ્ના મુરારિની ૩ જજની બેન્ચે જણાવ્યું હતું કે, ૧૭ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની સ્પીકર વિધાનસભાની ૨૦૨૩માં પૂરી થતી મુદત સુધી ધારાસભ્યોને ગેરલાયક ઠારવવાનો અધિકાર ધરાવતા નથી. દરેક કિસ્સામાં રાજીનામાની યોગ્યતા વાસ્તવિકતા અને સંજોગો પર આધાર રાખે છે.