નવી દિલ્હીઃ લંડનમાં આયોજિત ઈવીએમ હેકાથોનમાં ભારતીય અને અમેરિકા સ્થિત સાયબર એક્સ્પર્ટ સૈયદ શુજા દ્વારા કરાયેલા દાવા બાદ ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ પર સવાલો વચ્ચે ૨૪મીએ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે, ચૂંટણી પંચ કોઈપણ સંજોગોમાં બેલેટપેપરના યુગમાં પાછું જવાનું નથી. નવી દિલ્હીમાં એક સમારંભને સંબોધન કરતાં અરોરાએ જણાવ્યું હતું કે, અમે ઈવીએમ અને વીવીપીએટીનો ઉપયોગ જારી રાખીશું.


