૨૦૨૧ની વસતી ગણતરીમાં ધર્મની સાથે પંથના આધારે ગણતરી કરવાનો પ્રસ્તાવ

Wednesday 24th April 2019 08:10 EDT
 

નવીદિલ્હીઃ ૨૦૨૧માં હાથ ધનારી વસતી ગણતરીમાં તમે કયો ધર્મ પાળો છો તે તો પુછાશે, પરંતુ સાથે સાથે તમે કયા પંથના અનુયાયી છો તેનો પણ જવાબ આપવો પડશે. વસતી ગણતરીમાં સરકારી કર્મચારી તમે કયા પંથના છો તેવો સવાલ પૂછશે. તમે કબીર પંથી છો, માર્થિમાઇટ છો કે હિનાયાનના અનુયાયી? તમે અહમદિયા કે કુકાને માનો છો? આ બધા હિંદુ, ખ્રિસ્તી, બૌદ્ધ, મુસ્લિમ અને શીખ ધર્મના પંથ છે. ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ પ્રકારના સવાલના જવાબ આપવા પડશે.
સરકારમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે, ધર્મ ઉપરાંત તેના પંથ અંગેની પણ માહિતી એકઠી કરવામાં આવે. પ્રસ્તાવમાં દેશમાં પાળવામાં આવતા મુખ્ય ૬ ધર્મની સાથે સાથે પંથ અંગેની માહિતી પણ સરકાર દ્વારા એકઠી કરવામાં આવે.
હાલ આ પ્રસ્તાવ રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર પાસે પહોંચ્યો છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે તો ૨૦૨૧ની વસતી ગણતરીમાં ધર્મની સાથે સાથે લગભગ ૪૯ જેટલાં પંથની માહિતી પણ એકઠી કરાશે.
ભારતમાં છેલ્લી વસતી ગણતરી ૨૦૧૧માં થઇ હતી. દેશમાં દર ૧૦ વર્ષે વસતી ગણતરી કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter