જમ્મુ: અમરનાથ યાત્રાનો પ્રારંભ આ વર્ષે ૨૧ જુલાઈથી થશે અને યાત્રા ૩ ઓગસ્ટ સુધી કરી શકાશે. દરમિયાન આ વર્ષે યોજાનારી યાત્રામાં રોજ ફક્ત ૨૦૦૦ યાત્રિકોને જ પરવાનગી અપાય એવી શકયતા છે. કોરોના વાઇરસના ઉપદ્રવના લીધે આ વર્ષની યાત્રા બાલતાલના ટૂંકા રૂટ પરથી યોજાશે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડેના અધિકારીઓએ ઉમેર્યું હતું કે, દક્ષિણ કાશ્મીરમાં ૩૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલી પવિત્ર અમરનાથ બાબાની ગુફાની યાત્રા માટેની ઉપરોક્ત દરખાસ્તને માટે હજી સરકારની સંમતિ બાકી છે.