મુંબઈઃ પૂણેમાં રહેતા એક બાળકની ઉંમર માત્ર ૧૮ મહિના જ છે, પણ તેનું વજન અસામાન્ય રીતે વધી ગયું છે. શ્રીજીત હિંગાંકર નામના આ બાળકના માતાપિતા તેને ઈલાજ માટે મુંબઈની જસલોક હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ત્યાં ડોક્ટર્સે દાવો કર્યો હતો કે ભારતમાં આવો બીજો કેસ છે. બાળકના કેસ અંગે ડોક્ટરે કહ્યું હતું કે, બાળકમાં લેપ્ટિન નામના હોર્મોનની ઉણપ હોવાનું જાણવા મળ્યું છે જે કારણે તેનું મસ્તિષ્ક સંપૂર્ણપણે સમજી શકતું નથી કે પેટ ભરાઈ ગયું છે અને માણસે હવે ખાવાનું બંધ કરી દેવું જોઈએ. આ બીમારીનો ઈલાજ હાલ ભારતમાં ઉપલબ્ધ નથી. શ્રીજીતનો જ્યારે જન્મ થયો ત્યારે તેનું વજન ૨.૫ કિગ્રા છે. પ્રથમ છ મહિનામાં તેનું વજન વધીને ચાર કિલોગ્રામ થઈ ગયું. ૧૦ મહિનામાં બાળકનું વજન વધીને ૧૭ કિગ્રા થયું અને હવે તેનું વજન ૨૨ કિગ્રા છે. આ પ્રકારનો પ્રથમ કેસ કર્ણાટકની રહેવાસી બાળકી રિશા અમારાનો પણ છે.