૨૨ ભારતીય સ્ટુડન્ટ્સ ન્યૂ ઝીલેન્ડમાં અટવાયા

Wednesday 24th April 2019 08:09 EDT
 

મુંબઈઃ આર્થિક તંગીનો સામનો કરી રહેલા જેટ એરવેઝ ૧૬મીએ રાત્રે પોતાની તમામ ફ્લાઈટ અસ્થાયી રીતે બંધ કરી દીધી હતી. જેની અસર ભારતની બહાર ગયેલા લોકોને પણ થઈ રહી છે. ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે ગયેલા ૨૨ વિદ્યાર્થીઓ જેટ એરવેઝની ફલાઈટ્સ રદ થતાં ત્યાં ફસાઈ ગયાં હતાં. વડોદરા, મહુવા અને વાપીના ચાર વિદ્યાર્થી પણ ઓકલેન્ડમાં ફસાયા હતાં.
વિદેશમાં પોતાનાં બાળકો ફસાયાની જાણ થતાં જ ગુજરાતમાં રહેતા પરિવારમાં ચિંતા ફેલાઈ હતી, તો સરકાર તરફથી મદદની આશ લગાવી છે. જોકે હાલમાં સમાચાર મળી રહ્યા છે કે ૨૫ એપ્રિલે તમામ વિદ્યાર્થીઓ સિંગાપોર એરલાયન્સની ટિકિટ બુક કરાવી ભારત પરત આવશે.
જેટ એરવેઝના એડમિનિસ્ટ્રેશનને પણ હાથ અદ્ધર કરી દેતા ન્યૂ ઝિલેન્ડ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
આ તમામ સ્ટુડન્ટ્સ ૭૫ હજારની ટિકિટ ખરીદીને ન્યૂ ઝિલેન્ડ ગયા છે, જો તેઓ બીજી ફ્લાઈટમાં બેસે તો ૭૫ હજાર વેડફાઈ જવાની ભીતી છે. આ વિદ્યાર્થીઓ અને શાળા અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter