૩૦ વિદેશવાસી ભારતીયોને પ્રવાસી ભારતીય સન્માન

Thursday 31st January 2019 05:51 EST
 
 

વારાણસીઃ શહેરમાં યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસ–૨૦૧૯માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ૩૦ વિદેશવાસી ભારતીયોને પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ તથા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.
૩૦ સન્માનિતોમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)નાં ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ, ઓસ્ટ્રેલિયામાં વિહિપના સ્થાપક નિહાલસિંહ અગર, અમેરિકાના તબીબ અને દાતા ડો. કિરણ સી. પટેલ, કેનેડામાં હિન્દુ મંદિર તથા કલ્ચરલ સેન્ટરના પૂર્વપ્રમુખ રમેશ ચોટાઈ, હ્યુસ્ટન સ્થિત સમાજસેવી ગીતેશ જયંતિલાલ દેસાઇ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રવાસી ભારતીય સન્માન

• ચંદ્ર શેખર મિશ્રા (અમેરિકા) વિજ્ઞાન
• ગીતા ગોપીનાથ (અમેરિકા) શિક્ષણ
• ગીતેશ જયંતીલાલ દેસાઇ (અમેરિકા) સ્ટ્રકચરલ એન્જીનિયર
• ડો. કિરણ સી. પટેલ (અમેરિકા) તબીબી વિજ્ઞાન
• રમેશ ચોટાઇ (કેનેડા) - બિઝનેસ
• રાજેન્દ્ર કુમાર જોશી (સ્વિત્ઝર્લેન્ડ) વિજ્ઞાન
• રાજેશ ચપલોત (યુગાન્ડા) ચાર્ટર્ડ એકાઉન્ટન્સી
• નિહાલ સિંહ અગર (ઓસ્ટ્રેલિયા) - સમાજ સેવા
• રાજિન્દર નાથ ખજાનચી (ભૂતાન) - સિવિલ એન્જિનિયરીંગ
• અમિત વાઇકર (ચીન) - બિઝનેસ
• ઇંડિયન કોમ્યુનિટી એસો. ઇન ઇજિપ્ત (ઇજિપ્ત) સમાજ સેવા
• માલિની રંગનાથન્ (ફ્રાન્સ) શિક્ષણ-કળા
• ગયાના હિન્દુ ધાર્મિક સભા (ગયાના) સમાજ સેવા
• વિઠ્ઠલ દાસ મહેશ્વરી (ઇટાલી) બિઝનેસ
• ગુન શેખર મુપ્પુરી (જમૈકા) તબીબી વિજ્ઞાન અને એન્ટ્રપ્રેન્યોરશિપ
• પી. વી. સમ્બાસીવા રાવ (કેન્યા) ટેક્નોલોજી
• પ્રકાશ માધવદાસ હેડા (કેન્યા) તબીબી વિજ્ઞાન
• રાજપાલ ત્યાગી (કુવૈત) આર્કિટેક્ચર
• બનવારીલાલ સત્ય નારાયણ ગોએન્કા (મ્યાંમાર) બિઝનેસ મેનેજમેન્ટ
• ભવદીપ સિંહ ધિલ્લોન (ન્યૂ ઝિલેન્ડ) બિઝનેસ
• હિમાંશુ ગુલાટી (નોર્વે) જાહેર સેવા
• વિનોદન વેરામબાલી થાઝીકુનિયીલ (ઓમાન) બિઝનેસ
• જગદેશ્વર રાવ મદ્દુકુરી (પોલેન્ડ) એન્ટ્રપ્રેન્યોરશિપ
• પુરેન્દુ ચંદ્ર તિવારી (કતાર) ટ્રેનિંગ એન્ડ સિમ્યુલેશન
• અનિલ સુખલાલ (સાઉથ આફ્રિકા) ડિપ્લોમસી
• સ્વામી શારદાપ્રભાનંદા (સાઉથ આફ્રિકા) સમાજ સેવા
• શમીમ પાર્કર ખાન (ટાન્ઝાનિયા) જાહેર સેવા
• ગિરીશ પંત (યુએઇ) બિઝનેસ
• સુરેન્દ્ર સિંહ કંધારી (યુએઇ) બિઝનેસ
• ઝુલેખા દૌડ (યુએઇ) તબીબી વિજ્ઞાન અને બિઝનેસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter