૪.૬૧ લાખ ભારતીયોના પેમેન્ટ કાર્ડની જાણકારી ડાર્ક વેબમાં વેચવા મુકાઈ!

Monday 10th February 2020 07:11 EST
 

નવી દિલ્હીઃ ડાર્ક વેબ ઉપર લોકપ્રિય મનાતી અંડરગ્રાઉન્ડ કાર્ડ શોપ જોકર્સે ૪,૬૧,૯૭૬ પમેન્ટ કાર્ડના રેકોર્ડનો ડેટાબેઝ વેચવા મૂક્યો છે. આવી જાણકારી વેચવા માટે મૂકી હોવાથી જે લોકો મોટા ભાગે કાર્ડ પેમેન્ટ કરે છે તેમણે ચેતી જવાની જરૂર છે. સાઇબર એટેક ટાળવા કાર્યરત સિંગાપુરની સાઇબર સિક્યુરિટી કંપની ગ્રુપ આઈબીએ આ ડેટા બેઝની જાણકારી મેળવી છે અને કહ્યું છે કે એમાં ભારતીય બેન્કે ઈશ્યૂ કરેલા ૯૮ ટકા કાર્ડની માહિતી છે.

આ કાર્ડના રેકોર્ડ પાંચમી ફેબ્રુઆરીએ અપલોડ કરાયા છે અને એની વેલ્યુ ૪.૨ મિલિયન ડોલર છે. એક કાર્ડની જાણકારી ૯ ડોલરના ભાવે વેચવા મુકાઈ છે. ૧૬ કાર્ડની જાણકારી વેચી દેવાઈ છે. જે લોકો આ જાણકારી મેળવે છે તેઓ પેમેન્ટ કાર્ડ ફ્રોડ કરવા તેનો ઉપયોગ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter