૪૦ વર્ષથી નીચેના ૪૦ યુવા ઉદ્યોગસાહસિક

રૂ. ૧૨,૫૦૦ કરોડની સંપત્તિ સાથે દિવ્યાંક તુરખિયા પ્રથમ

Monday 25th October 2021 15:12 EDT
 
 

નવી દિલ્હીઃ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ સિરીઝ અંતર્ગત ૪૦ વર્ષથી નીચેના ૪૦ યુવા ઉદ્યોગ સાહસિકોની યાદી જાહેર કરી છે, જેમાં ૧૨,૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દિવ્યાંક તુરખિયા પ્રથમ ક્રમે છે. જ્યારે પછીના ક્રમે રહેલા નકુલ અગ્રવાલ અને રિતેશ અરોરાની સંપત્તિ રૂ. ૧૨,૪૦૦ કરોડ આંકવામાં આવી છે. યાદીમાં ટોપ-૧૦માં ઝીરોધાના નિખિલ કામનાથ અને ફ્લિપકાર્ટના બિન્ની તથા સચિન બંસલનો પણ સમાવેશ થાય છે.
હુરુન ઈન્ડિયાએ ૪૦ વર્ષથી નીચેના ૪૦ કરોડપતિઓની યાદી જાહેર કરી છે. એમાં મીડિયા નેટના સર્વેસર્વા ૩૯ વર્ષના દિવ્યાંક તુરખિયા ૧૨,૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે રહ્યા હતા. બ્રાઉઝર સ્ટેકના નકુલ અગ્રવાલ અને રિતેશ અગ્રવાલને અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ અપાયો છે. નેહા નારખેડેની સંપત્તિ ૧૨,૨૦૦ કરોડ આંકવામાં આવી હતી અને તેને આ યાદીમાં ચોથો નંબર મળ્યો હતો. ઝીરોધાના નિખિલ કામથની સંપત્તિ ૧૧,૧૦૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી અને તેને પાંચમો ક્રમ મળ્યો હતો. આ ઉપરાંત રાજુ રવીચંદ્રન્, ભાવિશ અગ્રવાલ, ઓરાવેલના રિતેશ અગ્રવાલ વગેરે ઉદ્યોગ સાહસિકો આ યાદીમાં સ્થાન પામ્યા હતા.
તે ઉપરાંત આ યાદીમાં ફ્લિપકાર્ટના બિન્ની અને સચિન બંસલના નામ પણ ટોપ-૧૦માં સામેલ થયા છે. આ યાદીમાં સમાવેશ કરાયેલા તમામની સંપત્તિ ૧૦૦૦ કરોડ કરતાં વધુ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter