૪૩ દેશો માટે ઇ-વિઝા સુવિધા શરૂ

Thursday 04th December 2014 07:54 EST
 

ઇ-વિઝા સુવિધાની શરૂઆત કરતાં ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે, અમે દેશમાં મોટા પાયે પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. અત્યારે પ્રવાસન ક્ષેત્રનો જીડીપીમાં ફાળો સાત ટકા જેટલો છે અને અમે તેને વધારીને બમણો કરવા ઇચ્છીએ છીએ.
આ દેશોના પ્રવાસીઓએ નક્કી કરેલી વેબસાઇટ પર જઈને ઇ-વિઝા માટે અરજી કરવાની રહેશે અને માત્ર ૭૨ જ કલાકમાં ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇટીએ) પ્રાપ્ત કરી શકશે. અત્યારે પ્રથમ તબક્કામાં આ સુવિધા ૪૩ દેશના પ્રવાસીઓ માટે છે.
કયા દેશોનો સમાવેશ
પ્રથમ તબક્કામાં અમેરિકા, જર્મની અને ઇઝરાયલ ઉપરાંત રશિયા, યુક્રેન, બ્રાઝિલ, યુએઇ, જોર્ડન, કેન્યા, ફિજી, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, સિંગાપોર, મોરેશિયસ, મેક્સિકો, નોર્વે, ઓમાન અને ફિલિપાઇન્સ જેવા દેશોનો સમાવેશ કર્યો છે.
નવ એરપોર્ટ પર સવલત
આ સુવિધા નવ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અપાશે જે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદ્રાબાદ, બેંગલુરુ, કોચી, થિરુવનંતપુરમ અને ગોવા છે.

કેવી હશે પ્રક્રિયા  
• વિઝા મેળવવા ઓનલાઇન પોર્ટલ www.indiavisaonline.gov.com પર જવું. • જમણી બાજુ ટુરિસ્ટ વિઝા ઓન એરાઇવલ સેકશન છે. • ત્યાં ફોર્મ ભરવું પડશે અને જરૂરી ફી ચૂકવવી પડશે. • ટુરિસ્ટને એક ઇમેલ મળશે. તે ૩૦ દિવસ સુધી માન્ય હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter