નવી દિલ્હીઃ ૧૨ જૂને પૂરા થયેલા સપ્તાહમાં ફરી એક વખત ભારતના વિદેશી હૂંડિયામણ અનામતે સિદ્ધિ મેળવી છે. આ અઠવાડિયે તેમાં ૫.૯૪૨ અબજ ડોલરનો વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેન્કે બહાર પાડેલા આંકડા મુજબ કુલ વિદેશી હૂંડિયામણ અનામત ૫૦૭.૬૪ અબજ ડોલર પર પહોંચ્યું છે. આ રીતે અઠવાડિયામાં સોનાનો રિઝર્વ ભંડાર ૮૨.૧ કરોડ ડોલર વધીને ૩૩.૧૭૩ અબજ ડોલર થઇ ગયો છે.