૫૬ ઈંચની છાતીવાળી મોદી સરકાર મારી વિરુદ્ધ પુરાવા પેશ કરેઃ વાડ્રા

Thursday 27th September 2018 07:31 EDT
 

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી અને ભાજપ અવાર નવાર પ્રિયંકાપતિ રોબર્ટ વાડ્રાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરે છે. જોકે હજુ સુધી વાડ્રા વિરુદ્ધ કોઈ ખાસ કાર્યવાહી કરાઈ નથી. આ સ્થિતિ વચ્ચે વાડ્રાએ પણ મોદી સરકારને પડકાર ફેંક્યો છે અને જણાવ્યું છે કે જો કોઈપણ પુરાવા હોય તો મારી સામે રજૂ કરો. ૫૬ ઈંચની છાતીવાળી મોદી સરકાર લોકોને સચ્ચાઈ બતાવે. માત્ર જૂઠ્ઠું બોલીને મૂર્ખ બનાવવાનું બંધ કરે. મારી વિરુદ્ધ પુરાવા હોય તો આપે અને કાર્યવાહી કરે. હું ડરતો નથી.

વાડ્રાએ જણાવ્યું હતું કે ૫૬ની છાતીવાળી મોદી સરકાર જનતાની સમક્ષ રાફેલ ડીલ અંગેની સચ્ચાઈ પણ જણાવે. શરૂઆતમાં જ્યારે ભાજપ મારા નામનો ઉપયોગ રાજકારણ માટે કરતી હતી ત્યારે મને બહુ આશ્ચર્ય થતું, પણ હવે સમજાય છે કે મારા પર આ પ્રકારના જુઠ્ઠા આરોપો બહુ જ સામાન્ય વાત બની ગઈ છે. જ્યારે પણ ભાજપ મુશ્કેલીમાં ફસાય છે ત્યારે તે મારા નામનો ઉપયોગ કરે છે. ડોલર સામે રૂપિયો ઘટી જાય, પેટ્રોલ-ડીઝલનો ભાવ વધે અને રાફેલ જેવા કૌભાંડો બહાર આવે ત્યારે મોદી સરકાર જવાબ આપવાને બદલે મારા નામે લોકોનું ધ્યાન બીજી તરફ વાળવાનો પ્રયાસ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter