૬ રાજ્યોમાં વરસાદ-આંધીઃ ૧૪ મોત

Tuesday 12th May 2020 16:34 EDT
 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં સખત પવન સાથે ૧૦મી મેએ રેતીનું તોફાન જોવા મળ્યું હતું. ઉત્તર પ્રદેશમાં ૧૮ જિલ્લામાં રવિવારે સવારથી આંધી-તુફાન અને વરસાદ તથા વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં ૧૪ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. ઝાંસીમાં મોટા પ્રમાણમાં કરા પડ્યા હતા. અનેક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter