નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૩૦મી ઓગસ્ટે પોતાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નોટબંધી પહેલાં ભારતીય અર્થતંત્રમાં ફરતી ૧૫.૪૪ લાખ કરોડની પ્રતિબંધિત નોટોમાંથી ૧૫.૨૮ લાખ કરોડની નોટો આરબીઆઈ પાસે પરત આવી ગઈ છે. તેનો સીધો અર્થ છે કે, આરબીઆઈને ૯૯ ટકા જેટલી પ્રતિબંધિત નોટો પરત મળી ગઈ છે. સરકારે કરેલી નોટબંધીથી માંડીને ૩૦ જૂન ૨૦૧૭ સુધીમાં આ નોટો પરત મળી હતી. આરબીઆઈને ૯૯ ટકા જેટલી પ્રતિબંધિત નોટો પરત મળી ગઈ છે. સરાકરે જારી કરેલી નોટબંધીમાંથી માંડીને ૩૦ જૂન ૨૦૧૭ સુધીમાં આ નોટો પરત મળી હતી. આઈબીઆઈએ એમ પણ જણાવ્યું હતું કે, તેમની પાસે કુલ રૂ. ૧૬,૦૦૦ કરોડ રૂપિયાની નોટો પરત આવી નથી. અહેવાલમાં એવો પણ ખુલાસો કરાયો છે કે તે સમયે ચલણમાં રહેલી રૂ. ૧,૦૦૦ની ૮.૯૦ કરોડ એટલે કે ૮.૯૦૦ કરોડ રૂપિયા પરત આવ્યા નથી. આ સિવાય અંદાજે ૭,૧૦૦ કરોડ રૂપિયાની ૫૦૦ની નોટો પરત આવી નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાણકારો અને બજાર નિષ્ણાતો આરબીઆઈના આ અહેવાલ બાદ સરકારની કામગીરી અને વાયદાઓની ટીકા કરી રહ્યા છે. કેટલાક જાણકારો જણાવે છે કે, નોટબંધી સમયે મોદી સરકાર દ્વારા નોટબંધી ફાયદારૂપી ઘણા ડિંડવાણા ચલાવવામાં આવ્યા હતા જે ખોટો સાબિત થઈ રહ્યા છે.