‘આપ’ના વધુ એક ધારાસભ્ય ભાજપમાં

Wednesday 08th May 2019 05:19 EDT
 

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (આપ)ના વધુ એક ધારાસભ્ય દેવેન્દ્ર સહરાવત ભાજપમાં સામેલ થઈ ગયા છે. બિજવાસનથી ચૂંટાયેલા સહરાવતે આરોપ મૂક્યો હતો કે મેં ઘણું અપમાન સહન કર્યા પછી આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રીજી મેના રોજ દિલ્હીની ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય અનિલ વાજપેયી ભાજપમાં સામેલ થયા હતા.
ગણતરીના દિવસોમાં બે ધારાસભ્યો વાજપેયી અને સહરાવત ભાજપમાં જોડાયા બાદ મોદી સરકારના વરિષ્ઠ સભ્ય વિજય ગોયલે દાવો કર્યો હતો કે હજુ પણ ‘આપ’ના ૧૪ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે.
બીજી તરફ, સહરાવતે કહ્યું કે કેન્દ્ર સહકારના સહકારથી ૩૦૦૦ કરોડનું કામ કરાવ્યું છે.
બીજી તરફ, ‘આપ’ના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકાર મને અને મારા નેતાઓને પરેશાન કરી રહી છે. જે વડા પ્રધાન ખુલ્લેઆમ એમ કહી રહ્યા હોય કે, તેઓ ચૂંટાયેલી સરકારના ધારાસભ્યોને ખરીદીને સરકાર પાડી દેશે તે રાષ્ટ્રવાદી કેવી રીતે હોઈ શકે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter