‘ઇન્ડિયા’નું નામ ‘ભારત’ કરવાની સુપ્રીમમાં અરજી

Thursday 04th June 2020 07:55 EDT
 

નવી દિલ્હીઃ દેશનું નામ ‘ઈન્ડિયા’ને બદલે ફક્ત ‘ભારત’ કરવાની માગ સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે દખલ કરવાનો ઈનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટે આ અરજીના અરજદારના એ આગ્રહને સ્વીકારી લીધો હતો જેમાં કહેવાયું હતું કે અરજીને એક રિપ્રેઝન્ટેશન તરીકે ગૃહમંત્રાલય તથા સંસદીય કાર્ય સમિતિને મોકલવામાં આવે. ચિફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને ઋષિકેશ રાયની બેન્ચે અરજદારને એવું જણાવ્યું હતું કે, તે તેમની દલીલો તથા તર્ક ગૃહમંત્રાલય સમક્ષ રજૂ કરે. ચીફ જસ્ટિસ બોબડેએ ૩જી જૂમે અરજી પર સુનાવણી શરૂ થતાં પૂછ્યું કે તમે અહીં કેમ આવ્યા છો? તેના પર અરજદાર નમાહના વકીલ અશ્વિન વૈશ્યે કહ્યું કે ઈન્ડિયા નામ અંગ્રેજોની ગુલામીનું પ્રતીક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter