‘ઇસરો’એ કર્યું ઇમેજિંગ સેટેલાઇટનું સફળ લોન્ચિંગ

Monday 14th February 2022 06:30 EST
 
 

નવી દિલ્હીઃ ‘ઇસરો’એ ઇમેજિંગ સેટેલાઇટ મિશન અંતર્ગત રડાર ઇમેજિંગ EOS-04 સેટેલાઇટ અંતરીક્ષમાં તરતો મૂક્યો છે. ૧૭૧૦ કિલો વજનનો આ સેટેલેાઈટ અંતરીક્ષમાં ૫૨૯ કિલોમીટરના સૂર્યના સમકાલીન ધ્રૂવીય કક્ષાના ચક્કર કાપશે. ‘ઇસરો’ના જણાવ્યા અનુસાર આ ઇમેજિંગ સેટેલાઇટ છે અને તેનો ઉપયોગ પૃથ્વીની ઉચ્ચ ગુણવત્તા ધરાવતી તસવીરો લેવા માટે કરાશે. ‘ઇસરો’એ ૨૦૨૨ના પોતાના પ્રથમ પ્રક્ષેપણ અભિયાન હેઠળ ધરતી પર નજર રાખનારા ઉપગ્રહ ઇઓએસ-૦૪ અને બે નાના ઉપગ્રહોને PSLV-C52 રોકેટ મારફત સોમવારે સફળતાપૂર્વક અંતરીક્ષની કક્ષામાં સ્થાપિત કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સફળતાને અદ્ભૂત ઉપલબ્ધિ જણાવી છે. વડા પ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે PSLV-C52 મિશનના સફળ પ્રક્ષેપણ પ્રસંગે આપણા અંતરીક્ષ વૈજ્ઞાનિકોને અભિનંદન... EOS-04 ઉપગ્રહ, કૃષિ, ફોરેસ્ટ્રી અને વૃક્ષારોપણ, માટીનો બેજ અને જળવિજ્ઞાનની સાથે ફ્લડ મેપિંગ માટે તમામ સિઝનની સ્થિતિઓમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતી તસવીરો ઉપલબ્ધ કરાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter