‘ટાટા’ સાયરસઃ રતન વચગાળાના ચેરમેન

Wednesday 26th October 2016 09:05 EDT
 
 

મુંબઈઃ વિશ્વમાં અને ભારતમાં સૌથી મોટા જૂથ તરીકે ગણાતા ટાટા ગ્રુપના ચેરમેનપદેથી સાયરસ મિસ્ત્રીને વિદાય આપી તેમને સ્થાને ચાર મહિના માટે ફરી રતન ટાટાની વચગાળાના ચેરમેનપદે નિમણૂક કરવામાં આવતાં કોર્પોરેટ જગતમાં હલચલ મચી ગઈ હતી. એટલું જ નહિ ટાટા સન્સનાં આ પગલાંને કારણે માર્કેટમાં પણ અફરાતફરી જોવા મળી હતી. સાયરસ મિસ્ત્રીને સ્થાને નવા ચેરમેનની શોધ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે જે ટૂંક સમયમાં નવા ચેરમેનની જાહેરાત કરશે.
ઉલ્લેખનીય છે કે, ટાટા સન્સના ચેરમેનપદે સાયરસ મિસ્ત્રીની નિમણૂક ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ કરવામાં આવી હતી. સાયરસ મિસ્ત્રી જૂથના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા હતા. તેમની નિમણૂક પહેલાં રતન ટાટાએ બોર્ડના અન્ય ડાયરેક્ટરોને પર્સનલી ઈ-મેલ કરી અને પોતાના જેવો જ સહયોગ સાયરસ મિસ્ત્રીને આપવા જણાવ્યું હતું. આથી અચાનક સાયરસ મિસ્ત્રીને પદ પરથી હટાવવાના કારણે અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સાયરસ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને જૂથનું પર્ફોમન્સ નબળું પડી ગયું હતું તેમજ ટર્નઓવર પણ ઘટી જતાં બોર્ડ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ટાટા સન્સના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈપણ અધ્યક્ષને તેનો કાર્યકાળ પૂરો થવા પહેલાં હટાવવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter