‘દિલ્હી ક્રાઈમ’એ જીત્યો ઇન્ટનેશનલ એમ્મી એવોર્ડ

Wednesday 02nd December 2020 06:27 EST
 
 

બહુચર્ચિત ‘દિલ્હી ક્રાઈમ’એ ખ્યાતિપ્રાપ્ત ઇન્ટરનેશનલ એમ્મી એવોર્ડ્સમાં વિજયપતાકા લહેરાવ્યા છે. ‘દિલ્હી ક્રાઈમ’એ બેસ્ટ ડ્રામા સીરિઝ એવોર્ડ જીતીને આ ગૌરવ મેળવનાર પ્રથમ ઈન્ડિયન શોનું સન્માન મેળવ્યું છે. ૪૮મા ઇન્ટરનેશનલ એમ્મી એવોર્ડ્સમાં તેને બેસ્ટ ડ્રામા સીરિઝ તરીકે સ્થાન મળ્યું છે. આ વર્ષે કોરોનાના કારણે વર્ચ્યુઅલ એવોર્ડ સેરેમની યોજાઇ હતી.
‘દિલ્હી ક્રાઈમ’ના રાઈટર-ડિરેક્ટર રીચી મહેતા છે, જ્યારે ડીસીપી વર્તિકા ચતુર્વેદીના લીડ રોલમાં શેફાલી શાહ છે. એમ્મી એવોર્ડમાં સ્થાન મેળવનાર પ્રથમ ઈન્ડિયન શો ‘દિલ્હી ક્રાઈમ’ની સોશિયલ મીડિયા ઉપરાંત બોલિવૂડ સેલિબ્રિટીસ દ્વારા પણ સરાહના થઈ છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ઝોયા અખ્તરે લખ્યું હતું કે, ઇન્ડિયાને ફર્સ્ટ એમ્મી એવોર્ડ મળ્યો છે. રીચી મહેતા, કિલિઅન કેર્વિન અને શેફાલી શાહને કોન્ગ્રેચ્યુલેશન... આ ઉપરાંત કરણ જોહર, ફરહાન અખ્તર, રિતિક રોશન, તાપસી પન્નુ, વિકી કૌશલ સહિત અનેક સેલિબ્રિટીસે ‘દિલ્હી ક્રાઈમ’ની ટીમને બિરદાવી હતી. આ શોમાં શેફાલી ઉપરાંત આદિલ હુસૈન પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter