કોલકાતાઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે છઠ્ઠી નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસ પર તુષ્ટીકરણનું રાજકારણ રમવાનો આરોપ મૂક્યો હતો.
અમિત શાહે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, હું ચોક્કસપણે કહું છું કે, પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમે ૨૦૦થી વધારે બેઠકો જીતી ભાજપની સરકાર રચીશું. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૦માં અગિયાર એપ્રિલે ‘મા, માટી ર માનુષ’ના સૂત્ર સાથે બંગાળમાં પરિવર્તન થયું હતું. મમતા બેનરજીના હાથોમાં બંગાળનું સુકાન સોંપનારા બંગાળના લોકોના મનમાં ખૂબ આશા હતી. જોકે, આજે ‘મા, માટી ર માનુષ’નું સૂત્ર ‘તુષ્ટીકરણ, તાનાશાહી અને ટોલબાજી’માં ફેરવાઈ
ગયું છે.
બંગાળની જનતામાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. હું જ્યાં પણ ગયો ત્યાં સેંકડો લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કર્યો હતો.