‘પાંજરામાં પૂરેલા પોપટ’ને સરકાર મુક્ત કરેઃ મદ્રાસ હાઇકોર્ટ

Wednesday 25th August 2021 06:22 EDT
 
 

ચેન્નાઈઃ મદ્રાસ હાઇકોર્ટે સીબીઆઇની સ્વતંત્રતા મુદ્દે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે સીબીઆઇ હાલ પાંજરામાં કેદ પોપટની જેમ છે અને તેને પણ ચૂંટણી પંચની જેમ જ આઝાદી મળવી જોઇએ અને એક સ્વતંત્ર એજન્સી તરીકે તેને કામગીરી કરવા દેવી જોઇએ. મદ્રાસ હાઇકોર્ટે વર્તમાન વ્યવસૃથા છે તેમાં સુધારા કરવા માટે ૧૨ મુદ્દાઓ સુચવ્યા હતા.
અને કહ્યું હતું કે આ આદેશ પાંજરામાં કેદ પોપટ સીબીઆઇને આઝાદ કરવા માટે ઘણો જ મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે ૨૦૧૩માં કોલસા કૌભાંડની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સીબીઆઇ અંગે આ જ શબ્દનો પ્રયોગ કર્યો હતો અને તેને પાંજરાનો પોપટ ગણાવી હતી. તે સમયે ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકારના દબાણ હેઠળ સીબીઆઇ કામ કરી રહી છે.
હવે આટલા વર્ષો પછી સીબીઆઇ કેન્દ્રની ભાજપ સરકારના તાબા કે દબાણ હેઠળ કામ કરી રહી હોવાનો આરોપ લગાવાયો છે. અને સમગ્ર મામલો મદ્રાસ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટે પણ તે જ પાંજરામાં કેદ પોપટ શબ્દનો પ્રયોગ કરીને આ આદેશ આપ્યા હતા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ પણ સીબીઆઇ પર કેન્દ્રના ઇશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે સીબીઆઇ પીએમ દ્વારા કંટ્રોલ કરાયેલી સાજિશ બ્યૂરો ઓફ ઇંવેસ્ટિગેશન છે. કોર્ટે કહ્યું કે સીબીઆઇની સ્વતંત્રતા ત્યારે જ બહાલ થશે જ્યારે તેને બંધારણે આપેલા અિધકારો મુજબ કામ કરવા દેવાય. કેન્દ્ર સરકારે સીબીઆઇને વધુ સ્વતંત્રતા મળે તે માટેના પ્રયાસો કરવા જોઇએ અને અલગ જ કાયદો બનાવવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter