નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે જાહેર કર્યું છે કે આગામી માર્ચના અંત સુધીમાં પાન (પર્મેનન્ટ અકાઉન્ટ નંબ૨) કાર્ડ સાથે આધાર લિંક કરાવી લેવાનું રહેશે. જો એમ નહીં થાય તો માર્ચ પછી ‘પાન’ નંબર નિષ્ક્રિય (ઇનઓપરેટીવ) થઈ જશે.
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે જે ફરજિયાત છે એ જરૂરી છે. તેથી વિલંબ કરવાના બદલે આજે જ ‘પાન’ સાથે આધાર લિંક કરાવી લેશો. ઇન્કમટેક્સ એક્ટ 1961 હેઠળ અપવાદની શ્રેણીમાં આવતા હોય એ સિવાયના તમામ ‘પાન’ધારકોએ 31 માર્ચ સુધીમાં આધાર લિંક કરાવી લેવાનું રહેશે.
વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આધાર લિંક નહીં કરાવનારા લોકો 31 માર્ચ બાદ આઇટી રિટર્ન ફાઇલ કરાવી શકશે નહીં તથા પેન્ડિંગ રિટર્ન પણ પ્રોસેસ થશે નહીં અને તેમને રિફંડ પણ ઇસ્યુ નહીં થઈ શકે. સાથે જ ‘પાન’ધારક બેન્ક તથા અન્ય નાણાકીય સંસ્થાઓમાં મુશ્કેલી અનુભવશે.


