‘રાજે મને ન્યૂડ ઓડિશન માટે કહ્યું હતું’ઃ સાગરિકા સોના સુમન

Thursday 29th July 2021 05:16 EDT
 
 

મુંબઇઃ શિલ્પા શેટ્ટીના હસબન્ડ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફિક ફિલ્મ્સને ક્રિએટ અને પબ્લિશ કરવા બદલ ધરપકડ કરાઈ છે. વાસ્તવમાં તેની વિરુદ્ધ ચોથી ફેબ્રુઆરીએ આ કેસ દાખલ થયો હતો. એ જ સમયે એક્ટ્રેસ સાગરિકા શોના સુમને દાવો કર્યો હતો કે રાજ કુન્દ્રાએ તેને ન્યુડ ઓડિશન માટે કહ્યું હતું.
પોર્ન વીડિયોના એક રેકેટમાં કથિત ભૂમિકા બદલ ગહના વશિષ્ઠની ધરપકડ થયા પછી ફેબ્રુઆરીમાં મોડેલ અને એક્ટ્રેસ સાગરિકાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે રાજ કુન્દ્રાનું નામ પણ આજે બહાર આવી ચૂક્યું છે. આ રેકેટના કારણે અને લોકોની જિંદગી ખરાબ થઈ રહી છે.
સાગરિકાએ કહ્યું હતું કે મારો સૌથી ખરાબ અનુભવ એ રહ્યો હતો કે જ્યારે મને વીડિયો કોલ પર ન્યૂડ ઓડિશન આપવા માટે કહેવાયું હતું. જોકે મેં એ ઓડિશન માટે ના પાડી દીધી હતી. રાજ કુન્દ્રાના આસિસ્ટન્ટ ઉમેશ કામત જેવા અનેક લોકો કોલ પર હતા. એક વ્યક્તિ ચહેરો ઢાંકીને બેઠી હતી, પરંતુ હું માનું છું કે તે રાજ કુન્દ્રા હતો. કેમ કે ઉમેશ કામત સતત કહેતો હતો કે તમામ સાઈટ્સ રાજ કુન્દ્રા દ્વારા ચલાવાય છે. હું સવાલ પૂછવા માગું છું કે શા માટે રાજ કુન્દ્રાની ધરપકડ થતી નથી?
ભગવાન કરે... રાજ કુન્દ્રા જેલમાં જ સડે
પ્રસિદ્ધ યૂટયૂબર પુનિત કૌરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા એ બાબતનો ખુલાસો કર્યો છે કે રાજ કુન્દ્રાએ તેને પણ એક એપ વીડિયોમાં કામ કરવાની ઓફર મૂકી હતી. પુનિત આટલું લખીને જ અટકી નથી, તેણે લખ્યું હતુંઃ ભગવાન કરે... રાજ કુન્દ્રા જેલમાં જ સડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter