‘વિદેશી કાનૂની પેઢીને ભારતમાં કામની તક તંદુરસ્ત સ્પર્ધા વધારશે’

વિદેશી કાનૂની પેઢીઓ ભારતમાં કામકાજ કરી શકશે

Tuesday 21st March 2023 07:15 EDT
 
 

ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં વિદેશી કાનૂની પેઢીને ભારતમાં પ્રેક્ટિસ કરવાની છૂટ આપી છે. આ નિર્ણયને આવકારતા વરિષ્ઠ કાનૂનવિદ્ અને કન્સલ્ટન્ટ સોલિસિટર નયનેશ દેસાઇએ કહ્યું હતું કે ‘વિદેશી કાયદા ફર્મ્સ માટે ભારતને ખુલ્લા મૂકવાનું પણ નિયંત્રિત રહેશે કારણકે તમે વિવાદી મુકદ્દમાઓમાં કામગીરી કરી શકશો નહિ.

આ ખરેખઘર સાચી વાત છે કારણકે વિદેશી ફર્મ્સ ભારતીય કોર્ટ્સની પ્રેક્ટિસ અને પ્રોસીજર્સ તેમજ ભારતીય સંવૈધાનિક નિયમો સાથે પરિચિત ન હોઈ શકે. આમ છતાં, વેપારી બાબતો પર સલાહ આપી શકાય તે મુદ્દો ખરેખર ઉત્સાહપ્રેરક તક છે. ભારત અને યુકે વચ્ચે વેપારમાં જે વૃદ્ધિની આગાહી કરાઈ છે તેને જોતાં હું માનું છું કે માત્ર ઈંગ્લિશ લો ફર્મ્સ જ નહિ, યુએસએ અને અન્ય સ્થળોની ફર્મ્સ માટે પણ તકો ખુલશે. આ સ્પર્ધા તંદુરસ્ત રહેશે અને આશા રાખીએ કે તેનાથી ઉચ્ચ ક્વોલિટીની સાતત્યપૂર્ણ કાનૂની સેવા તેમજ આવી સેવા માટચે વધુ સ્પર્ધાત્મક પ્રાઈસિંગ જોવા મળશે. હું ઉત્સાહી છું અને ચોક્કસપણે આ બાબત પર નજર નાખીશ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter