‘સાવરકરની આઝાદીની લડાઇમાં મહત્ત્વની ભૂમિકા’ સિંઘવી

Thursday 24th October 2019 05:09 EDT
 

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ ૨૧મીએ ટ્વિટ કર્યું હતું કે, હું વ્યકિતગત રીતે વી ડી સાવરકરની વિચારધારાની પ્રશંસા કરતો નથી, પણ એ તથ્યોને નકારતો નથી કે તેઓએ દેશની સ્વતંત્રતાની લડાઇમાં ભાગ લીધો હતો અને તેઓ દેશ માટે જેલ ગયા હતા તથા દલિતોના અધિકારો માટે લડયા હતાં. ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગ્રેસી વડા પ્રધાન મનમોહન સિંહે પણ થોડાક દિવસ પહેલા જણાવ્યું હતું કે તે સાવરકરની વિરૂદ્ધ નથી પણ તે સાવરકરની હિંદુત્વવાદી વિચારધારાની વિરુદ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter